સફેદ અને પીળા નખ દેખાવાના સંકેતો


By Vanraj Dabhi20, Apr 2024 06:43 PMgujaratijagran.com

પીળા નખ

શરીરના ઘણા બાહ્ય અંગો આપણા સ્વાસ્થ્યના સંકેતો જાહેર કરે છે.એ જ રીતે આપણે આપણા નખના રંગના આધારે રોગો જાણી શકીએ છીએ,ચાલો જાણીએ.

શા માટે નખ પીળા થાય છે?

હાથ અને પગના નખનો પીળો રંગ શરીરમાં કેટલાક પોષક તત્વોની ઉણપનો સંકેત દર્શાવે છે.

નખ પીળા ક્યાં રોગોનું કારણ બની શકે?

શ્વસન,સાઇનુસાઇટિસ,કિડની,લીવર અને ફંગલ ઇન્ફેક્શન જેવા ઘણા ગંભીર રોગો પણ નખ પીળા દેખાવાનું કારણ બને છે.

નખના રંગમાં થતા ફેરફારોને અવગણશો નહીં

જો તમારા નખના રંગ અથવા આકારમાં કોઈ ફેરફાર દેખાય તો અવગણ્યાં વગર ડૉક્ટરનો સંપર્ક કરો.

નખ ઝડપથી તૂટી જાય છે?

જો તમારા નખ ઝડપથી તૂટી જાય છે તો તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.

સારો આહાર લો

નખમાં ફેરફાર કે પીળા દેખાવા લાગે તો તમે તમારા આહારમાં મેથી,લીલા શાકભાજી,ઈંડા વગેરેનો સમાવેશ કરી શકો છો.

નખ સફેદ થવા

જો તમારા નખ સફેદ હોય તો તેને સારું માનવામાં આવતું નથી. આ તાવ હ્રદય સંબંધિત બીમારીનો સંકેત હોઈ શકે છે.

સફેદ નખ માટે આહાર

સફેદ નખ શરીરમાં ઝિંકની ઉણપ દર્શાવે છે. આ માટે તમે કઠોળ, દહીં, કિસમિસ, ડેરી પ્રોડક્ટ્સ, વટાણા જેવી વસ્તુઓ ખાઈ શકો છો.

વાંચતા રહો

નખ પીળા પડવાને શરીર માટે સારું માનવામાં આવતું નથી, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભીંડાને લાંબા સમય સુધી સ્ટોર કરવાની ટિપ્સ