ઉનાળાની ઋતુમાં શરીરને ફિટ અને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી છે. અતિશય ગરમીના લીધે તબિયત ખરાબ થવાની શક્યતા વધી જાય છે અને શરીર ડિહાઇડ્રેટ પણ ઝડપથી થાય છે. ઉનાળામાં ગરમીથી બચવા પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તમે પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર રહી શકો. આવો જાણીએ ઉનાળામાં શરીરના સ્વાસ્થયને તમે કેવી રીતે સાચવી શકો છો
શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીવું ખૂબ જરુરી છે. આનાથી શરીર સ્વસ્થ રહે છે અને ત્વચા પણ ચમકતી રહે છે
કેફીનનું સેવન કરવું ઉનાળામાં ફાયદાકારક નથી, આ માટે તમે ફળોના જયુસ અથવા સાદા પાણીનું સેવન કરી શકો છો.
ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે, જેના કારણે શરીરમા નબળાઈ આવે છે. આ માટે ડાયટમાં હેલ્ધી વસ્તુઓ ખાવી ઘણી જરૂરી છે.
ઉનાળામાં ફળો ખાવા સૌથી વધું ફાયદાકારક છે, ઉનાળામાં તમે તડબૂચ, કેરી, પપૈયા વગેરે ફળોનું સેવન કરીને તમારા શરીરને હેલ્ધી રાખી શકો છો
કસરત કરવાથી ઘણા ફાયદા મેેળવી શકાય છે, કસરત કરવાથી હંમેશા ફિટ અને સ્વસ્થ રહી શકાય છે. આ માટે, તમે સાંજે અથવા સવારે પાર્ક અથવા બગીચામાં ફરવા જઈ શકો છો.