શું તમે મીઠા વગરની કોઈ વસ્તુ ખાઈ શકો છો, આપણને ખોરાકમાં મીઠું ઓછું પડે તો ખાવાની ઈચ્છા નથી થતી પરંતુ વધું પ્રમાણમાં મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે સારુ નથી. આ માટે જો તમારા ખોરાકમાં પણ વઘું મીઠું હોય તો તમે આ ઉપાયો અજમાવી શકો છો
જો ગ્રેવીમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં પાણી નાખી બરાબર ઉકાળો. આમ કરવાથી તેમાની ખારાશ ઓછી થઈ જાય છે.
વધારાનું મીઠું ને નોર્મલ કરવા માટે, તમે ગ્રેવીમાં એક ચમચી ખાંડ સાથે એક ચમચી સરકો નાખી શકો છો. આ કરવાથી મીઠું સંતુલનમા આવી જશે.
મીઠું ઓછું કરવા ટામેટા સમારીને અથવા ટામેટાની પ્યુરી નાખી શકો છો અને તેને થોડી વાર સુધી કુક કરો.
કાચા બટાકાના થોડા ટુકડા કરો અને તેને ખારી ગ્રેવી, દાળ અથવા સૂપમાં નાખી તેને 20 મિનિટ સુધી ડીશમાં રહેવા દો, આ તેમા રહેલા ખારાશને શોષી લે છે.
મીઠુંના પ્રમાણને ઓછું કરવા કાચી ડુંગળીને કઢીમાં નાખી તેને થોડી વાર રાખી લો, આનાથી મીઠું ઓછું થશે.
નાળિયેરનું દૂધ ગ્રેવીમાં નાખી વધારાનું મીઠું ઓછુ કરી શકાય છે.
લોટના નાના-નાના ગોળા બનાવી તેમાં કઢીમાં નાખી તેને તેમને 10-15 મિનિટ રાખી મુકો આનાથી વધારાનું મીઠું શોષાઈ જશે.