ફરાળી બટાકાની સુકી ભાજી બનાવવાની રીત


By Vanraj Dabhi08, Mar 2024 01:09 PMgujaratijagran.com

બટાકાની સુકી ભાજી

વ્રત કે ઉપવાસ હોય એટલે ફરાળમાં શું બનાવું એ ઘણો મુજવતો પ્રશ્ન છે, તેથી આજે અમે તમને ફરાળી બટાકાની સુકી ભાજી બનાવવાની રેસીપી વિશે જણાવીશું.

સામગ્રી

બટાકા,આદુ-લીલા મરચાની પેસ્ટ,સીંગદાણાનો ભૂકો,જીરું,હળદર ,મીઠા લીમડાના પાન,તેલ,લીંબુનો રસ,કોથમરી, રોક મીઠું.

સ્ટેપ- 1

સૌપ્રથમ બટાકાને પાણી વડે બરોબર ધોઇ અને ગેસ પર એક કૂકરમાં પાણી નાખી તેમાં બટાકા ઉમેરીને 4-5 સીટી કરીને બટાકા બાફી લો.

સ્ટેપ- 2

બાફેલા બટાકાને બહાર કાઢી તેની છાલ ઉતારીને સમારી લો.

સ્ટેપ- 3

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું,હળદર,મીઠો લીમડો નાખીને સાંતળીલો.

સ્ટેપ- 4

હવે તેમાં પીસેલા સિંગદાણાનો ભૂકો મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી એકથી બે મિનિટ સાંતળો.

સ્ટેપ- 5

હવે તેમાં બાફેલા બટાકાના ટુકડા નાખો અને ચમચા વડે બરાબર મિક્સ કરીને જરૂર લાગે તો ફરાળી રોક મીઠું નાખી મિક્સ કરો.

સર્વ કરો

હવે તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લીંબુની છાલ ફેંકી દેવાને બદલે પાણીમાં ઉકાળીને આ રીતે ફરી ઉપયોગ કરો