Pimple Remove Tips: ખીલ વાળી ત્વચાની સારવાર માટેની અસરકારક ટિપ્સ


By Vanraj Dabhi14, Feb 2025 01:28 PMgujaratijagran.com

ખીલની સારવાર

ઘણા લોકોને ચહેરા પર ખીલની સમસ્યા રહેતી હોય છે, આવી સ્થિતિમાં તમારે ચહેરાની સફાઈ કેવી રીતે કરવી તે અંગે જાણીશું.

હળવા ક્લીંઝર

દિવસમાં બે વાર જેન્ટલ, સલ્ફેટ-ફ્રી ફેસવોશથી તમારા ચહેરાને સાફ કરવાથી કોઇ પણ બળતરા વગર ચહેરાની ગંદકી અને વધારાનું ઓઈલ દૂર થશે.

સ્પૉટ ટ્રીટમેન્ટ લો

બળતરા ઘટાડવા અને હીલિંગને ઝડપી બનાવવા માટે ટી ટ્રી ઓઇલ, સલ્ફર અથવા રેટિનોઇડ્સ જેવા એક્ટિવ ઇન્ગ્રિડિયન્ડને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો.

ત્વચાને મોઇશ્ચર્ડ રાખો

તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવા અને તેના કુદરતી મોઇશ્ચરનું સંતુલન જાળવવા માટે નૉન-કોમેડોજેનિક મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

પિમ્પલ્સને ફોડવાનું ટાળો

પિમ્પલ્સને અડવાનું કે ફોડવાનું ટાળો, જો આવું કરશો તો ચહેરા પર ડાઘ પડી શકે છે અને બેક્ટેરિયા ફેલાઈ શકે છે, તેથી ખીલને કુદરતી રીતે રૂઝવા દો.

તંદુરસ્ત ખોરાક લો

ખીલ દૂર કરલા માટે ખાંડવાળા અને તેલ વાળા ખોરાકનું સેવન ઓછું કરો, પુષ્કળ પાણી પીઓ.

યુવી કિરણોથી બચાવો

વધુ પડતા સૂર્યપ્રકાશથી ખીલ વધી શકે છે અને કાળા ડાઘ થઈ શકે છે. તેથી તમારી ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવવા માટે હંમેશા SPF 30 કે તેથી વધુ વાળા બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન લગાવો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Clean AC At Home: ગરમીની સિઝન શરૂ થાય તે પહેલા આવી રીતે ઘરે જ કરો ACની સફાઈ