ACની યોગ્ય સફાઈથી તેની કાર્યક્ષમતા પર પોઝિટિવ અસર પડે છે અને ઠંડી હવાની ગુણવત્તા જળવાઈ રહે છે. તમે ઘરે જ ACની સફાઈ શરૂ કરી શકો છો. તો ચાલો જાણીએ...
સ્પ્લિટ ACની સફાઈ કરવા માટે સૌ પ્રથમ બે મગ પાણીમાં 3 ચમચી ડિટર્જન્ટ પાવડર મિક્સ કરીને સારી રીતે હલાવો. હવે તૈયાર થયેલી આ પેસ્ટને જાળી પર લગાવીને હળવા હાથે સાફ કરો. જેનાથી જાળી તરત જ સાફ થઈ જશે.
જો તમે ACની જાળીની સાથે-સાથે નેટની સફાઈ પણ કરવા માંગો છો, તો તેના માટે વેક્યુમ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકો છે. જેનાથી ધૂળ અને માટી સારી રીતે સાફ થઈ જશે.
ACના બહારના ભાગની સફાઈ કરવા માટે બે મગ પાણીમાં બે ચમચી વિનેગાર મિક્સ કરીને સારી રીતે સાફ કરો અને સ્પ્રેની બોટલની મદદથી તેને સાફ કરી શકો છો.
જ્યારે પણ ACની સફાઈ પાણીથી કરો, તો ધ્યાન રાખો કે સફાઈ બાદ ACને થોડા સમય સુધી ખુલ્લુ રાખો. જેનાથી અંદર પાણી જમા થવાની સમસ્યા નથી રહેતી અને ACને હવા મળી શકે.
આ ઉપરાત ACને સારી રીતે સૂકવવા માટે તમે મુલાયમ કપડાનો ઉપયોગ કરી શકો છો. જેનાથી માત્ર તમને સફાઈ કરવામાં જ સરળતા નહીં રહે, પરંતુ તેમાં જામી ગયેલું પાણી પણ શોષાઈ જાય છે.