કેરીનું અથાણું નાંખતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો


By Sanket M Parekh20, Jun 2023 03:51 PMgujaratijagran.com

કેરીની પસંદગી

કેરી કાચી અને કડક હોવી ખૂબ જ જરૂરી છે. થોડી પણ પાકેલી કેરી હશે, તો તમારા અથાણાંનો સ્વાદ બગાડી શકે છે.

કંન્ટેનરની પસંદગી

કેરીનું અથાણું નાંખ્યા બાદ તેને રાખવા માટે ચીનાઈ માટીના વાસણને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારી પાસે આવા વાસણ ના હોય, તો તમે કાચની બરણી અથવા ડબ્બામાં પણ અથાણાને રાખી શકો છો.

સ્વચ્છ વાસણ

કેરીના અથાણાને બરણીમાં ભર્યા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, બરણી સાફ હોય. આવું એટલા માટે કારણ કે, જો બરણી સાફ નહીં હોય, તો તેમાં ફૂગ વળવાનો ખતરો વધી જાય છે.

સારા તેલની પસંદગી

જો તમે અથાણાંને લાંબા સમય સુધી ટકાવી રાખવા માંગતા હોવ, તો તેમાં તેલની મુખ્ય ભૂમિકા હોય છે. સારી ગુણવત્તાના સરસોના તેલનું ઉપયોગ કરો. તેલનું પ્રમાણ પણ અથાણાંમાં વધારે રાખો.

પીરિયડ્સ દરમિયાન ના બનાવો

પીરિયડ્સ દરમિયાન અથાણું બનાવવાથી હાઈજીનની સમસ્યા થાય છે. જેના કારણે અથાણું ખરાબ થવાની સંભાવના વધી જાય છે. એવામાં પીરિયડ્સ દરમિયાન અથાણું બનાવવાનું ટાળવું જોઈએ.

સ્વચ્છતાનું ધ્યાન રાખો

જો તમે ઈચ્છો છે કે, અથાણું લાંબા સમય સુધી ટકે, તો હાઈજીનનું ધ્યાન રાખો. ગંદા ચમચા અથવા હાથ વડે અથાણું નીકાળવાની ભૂલ કદાપી ના કરશો.

સારો તડકો આપો

કેરીના અથાણાંને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તેને સારો તડકો મળે તે જરૂરી છે, નહીંતર તે જલ્દી ખરાબ થઈ શકે છે.

વધુ બે ફાર્મા કંપની તપાસ હેઠળ, ઝેરી પદાર્થ મળતા ચેતવણી અપાઈ