ઘણા લોકોના માત્ર પેટના ભાગે જ નહીં પણ ચહેરા પર પણ ચરબી જામેલી હોય છે. તેના કારણે તેઓને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. ચલો જાણીએ ચહેરા પરની ચરબીને ઓછી કરવા માટેના ઉપાયો.
ચહેરા પરની ચરબીને દૂર કરવા માટે ખાવાપીવામા ખાસ ધ્યાન આપવુ જોઈએ. તેના માટે તમારે ડાયટને સંતુલન રાખવુ જોઈએ. જે શાકભાજી, ફળોમા ચરબી વાળુ પ્રોટીન હોય તેવી વસ્તુઓના સેવનથી બચવુ જોઈએ.
દરરોજ ચહેરાની મસાજ કરવાથી ચહેરાના ભાગમા લોહીનુ પરિભ્રમણ સારી રીતે થાય છે. જેનાથી ચહેરાની ચરબી ઓછી થાય છે.
રોજ ફેસ કસરત કરો. ફેસ કસરત કરવાથી માંસપેશિઓને મજબૂત બનવામા મદદ મળે છે અને ચહેરાની ચામડી લટકતી નથી.
પૂરતા પ્રમાણમા ઊંઘ લેવાથી શરીરને ફાયદો મળે છે. આ ઉપરાંત ઊંઘ લેવાથી ચહેરા પરના સોજા અને ચરબી ઓછી કરી શકાય છે.
શરીરમા પાણીની ઉણપ થતા ચહેરા પર સોજા આવીાજાય છે. તેથી તમારે પૂરતા પ્રમાણમા પાણીનુ સેવન કરવુ જોઈએ. જે ચહેરાની સાથે સાથે પૂરા શરીર માટે ફાયદાકારક છે.
તમારે ચહેરા પરની ચરબી ઓછી કરવા માટે મીઠાનુ સેવન ઓછુ કરવુ જોઈએ. વધારે માત્રામા મીઠાનુ સેવન કરવાથી શરીરમા પાણની ઉણપ સર્જાય છે. જેના કારણે ચહેરા પર સોજા આવી શકે છે.