ઘઉંથી જીવાત રહેશે દૂર, કરો આ 7 ઉપાય


By Prince Solanki22, Dec 2023 04:33 PMgujaratijagran.com

જીવજંતુઓ

બદલાતા સમયમા નાના નાના જીવજંતુઓ સીધા નુકસાન તો કરે જ છે પણ ખાવાના અનાજમા પ્રવેશીને પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એવામા જો તમે ઘઉંમા આવતી જીવાતને દૂર કરવા માંગો છો તો તમે કેટલાક ઉપાયો અમલમા મૂકી શકો છો.

સારી રીતે સૂકાવા દો

ઘઉંમા આવતી જીવાતનુ કારણ ઘઉંને સારી રીતે સૂકાવા ન દેવું છે. તો ઘઉંને સ્ટોર કરતા પહેલા તમે તેને સારી રીતે .સૂકવી લો.

સાફ બોરીનો ઉપયોગ કરો

તમે ઘઉંને સ્ટોર કરવા માટે એક સાફ બોરીનો ઉપયોગ કરો. સાફ બોરીઓનો ઉપયોગ કરવાથી ઘઉં પડવાની શક્યતા ઓછી રહે છે.

સ્ટોરરુમ કરો સાફ

ઘઉંને જે સ્ટોરમા રાખો છો તે સ્ટોરને સારી રીતે સાફ રાખો, ત્યા રહેલા કિટાણુ પણ સારી રીતે સાફ કરો. જેથી ઘઉંમા જીવાત પડવાની શક્યતા ઓછી રહે છે.

જમીન પર ન રાખો

તમે ઘઉંની બોરીને સીધી જમીન પર ન રાખો. આમ કરવાથી ઘઉંની બોરીમા ભેજ લાગશે અને ઘઉંમા જીવાત લાગશે. જેથી તમે ઘઉને ઉંચી જગ્યા પર રાખો.

દવા છાંટો

ઘઉંમા પડતી જીવાતને અટકાવવા માટે તમે દવાનો છંટકાવ કરો. તેનાથી ઘઉંને લાંબા સમય સુધી ખરાબ થતા અટકાવે છે.

લસણ

લસણની તેજ સુગંધથી ઘઉંમા આવતી જીવાત દૂર રહે છે. જેથી લસણને ઘઉંના ડબ્બામા સ્ટોર કરતા પહેલા રાખો.

લીમડાના પત્તા

તમે ઘઉંને જે પાત્રમા સ્ટોર કરો છો તે પાત્રમા લીમડાના પત્તા રાખો. જેથી ઘઉં લાંબા સમય સૂધી ખરાબ નહીં થાય અને ઘઉંમા આવતી જીવાત દૂર રહે છે.

આવી અન્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આંખોને કમજોર બનાવે છે આ નાની નાની ભૂલો