મોશન સિકનેસથી બચવાના આસાન ઉપાય, એકવખત ટ્રાય કરી જુઓ


By Sanket M Parekh2023-05-02, 15:58 ISTgujaratijagran.com

ટીવી જોતા થઈ શકે છે આ સમસ્યા

મોશન સિકનેસ માત્ર કાર, પ્લેન, બસ કે ટ્રેનમાં મુસાફરી કરવા પર જ નથી થતી. આ સમસ્યા ટીવી જોતા સમયે, હિંચકો ખાતી વખતે તેમજ દરિયાના મોજાને જોતા સમયે પણ થઈ શકે છે.

આદુ

આદુમાં એન્ટી ઈંફ્લેમેન્ટ્રી ગુણ હોય છે, જે પાચનમાં સહાયક છે. જેના કારણે આદુનો ઉપયોગ મોશન સિકનેસમાં કરી શકાય છે.

લીંબુ

લીંબુના રસમાં વિટામિન-સી ભરપુર હોય છે. જો તમને ઉલટી આવતી હોય, તો લીંબુને અડધુ કાપીને ચાટી લેવું જોઈએ. જેનાથી તમને સારી રાહત મળશે.

પાણી અથવા જ્યૂસ પીતા રહો

મુસાફરી દરમિયાન અનેક લોકો પાણી નથી પીતા. જણાવી દઈએ કે, બૉડીના મૂવમેન્ટ થવા પર તેનું હાઈડ્રેશન લેવલ ઓછું થઈ જાય છે. આથી તમારે પાણી કે જ્યૂસ પીતા રહેવું જોઈએ.

મોશન સિકનેસના લક્ષણ

અચાનક બેચેની થવી, કંઈ ખાવાની ઈચ્છા ના થવી, ઉબકા આવવા, મોંઢામાં વધારે પડતી લાળ બનવા લાગે, માથુ દુખે, અચાનક પરસેવો છૂટવા લાગે અને સતત ઉલટી થવી.

કંઈ વાતોનું ધ્યાન રાખશો?

ક્યારેય પણ ખાલી પેટ અથવા વધારે ખાઈને મુસાફરી ના કરો. જો ટીવી જોતા સમયે મોશન સિકનેસ થાય, તો રૂમમાં અંધારુ કરીને ટીવી ના જોવું જોઈએ.

મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે આમળાનું જ્યૂસ, આ ગંભીર સમસ્યાથી મળશે રાહત