મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે આમળાનું જ્યૂસ, આ ગંભીર સમસ્યાથી મળશે રાહત


By Sanket M Parekh2023-05-02, 15:45 ISTgujaratijagran.com

ઈમ્યૂનિટી મજબૂત

આમળાના જ્યૂસમાં ભરપુર પ્રમાણમાં વિટામિન સી મળી આવે છે. જેના સેવનથી બૉડી ડિટોક્સ થાય છે. જેના કારણે ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત બને છે.

પાચન તંત્ર મજબૂત

આમળા ફાઈબરનો સારો સ્ત્રોત મનાય છે, જે પેટની તમામ સમસ્યાને દૂર રાખે છે. જેના સેવનથી તમને એસિડિટી અને કબજિયાતમાં રાહત મળે છે. તે પાચન તંત્રને મજબૂત બનાવે છે.

હાડકા મજબૂત

આમળામાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ મળે આવે છે. જે હાડકાની મજબૂતી માટે ખૂબ જ જરૂરી તત્ત્વ છે. આથી તમે ખાલી પેટ સવારે જ્યૂસની જેમ ઉપયોગમાં લઈ શકો છો.

માંસપેશીયો માટે

ખાલી પેટ આમળાના જ્યૂસનું સેવન કરવું માંસપેશિયો માટે ખૂબ જ લાભદાયી મનાય છે. જેની અંદર ભરપુર પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે, જે માંસપેશિયોને મજબૂત બનાવે છે.

ત્વચા માટે

આમળાના જ્યૂસમાં એન્ટી ઑક્સીડેન્ટ હોય છે, જે ત્વચાના તમામ ડાઘ-ધબ્બા દૂર કરે છે. તેના દરરોજ સેવનથી તમારી ત્વચા નિખરે છે. તેની પેસ્ટ બનાવીને પણ ચહેરા પર એપ્લાય કરી શકો છો.

વાળ માટે

આમળા વાળ માટે પણ ખૂબ જ સારા મનાય છે. જેના ઉપયોગથી વાળ કાળા અને લાંબા થાય છે. આમળાના જ્યૂસને ડાયટમાં સામેલ કરવાથી અને તેના પાણીથી વાળ ધોવાથી તેમાં ચમક આવે છે.

વેટ લૉસમાં મદદગાર

આમળાનું જ્યૂસ મેટાબૉલિઝમને બૂસ્ટ કરે છે, જે વેટ લૉસમાં મદદ કરે છે. તેના સેવનથી તમે પરફેક્ટ ફિગર મેળવી શકો છો.

Yes Bankને મળ્યો વિદેશી રોકાણકારોનો સાથ, બેંકમાં વધી હિસ્સેદારી