તાપમાન વધવાના લીધે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યા સર્જાઈ શકે છે. ખાસ કરીને ઘરની બહાર તડકામાં જવાથી લૂ લાગવી અને ચકકર આવવાની સમસ્યા થઈ શકે છે. આવો જાણીએ આવી સ્થિતીમાં શું કરવું જોઈએ
11 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે સૂર્યના કિરણો વધુ નુકસાનકારક હોય છે. આ સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
ઉનાળામાં વધુ ગરમીને લીધે શરીર ઝડપથી ડીહાઈડ્રેટ થવા લાગે છે તેવામાં પુષ્કળ પાણી પીવું ઘણું જરૂરી છે
ગરમીમાં બને તેટલું હળવા કપડા જેવા કે સુતરાઊ કાપડનું શર્ટ અથવા લોવર પહેરવાનું રાખો. આનાથી ગરમી અને તડકા સામે રક્ષણ મળે છે
કાળા, વાદળી અને લીલા જેવા ડાર્ક રંગ ગરમી વધુ શોષે છે જેથી તમને ઈરીટેશન થઈ શકે છે માટે સફેદ, પીળા અથવા ક્રીમ જેવા હળવા રંગના કપડા પહેરો
કાળા, વાદળી અને લીલા જેવા ડાર્ક રંગ ગરમી વધુ શોષે છે જેથી તમને ઈરીટેશન થઈ શકે છે માટે સફેદ, પીળા અથવા ક્રીમ જેવા હળવા રંગના કપડા પહેરો
ચા અને કોફીનું સેવન કરવાથી શરીરમા ગરમી વધે છે, અને ડીહાઈડ્રેશ થવાની પણ સંભાવના રહે છે.
જો તમારે દિવસ દરમિયાન કોઈ કામ માટે બહાર જવાનું થાય તો, તમારો શરીર અને ચહેરાને વ્યસ્થિત રીત ઢાંકીને નીકળો
શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે, શાકભાજી અને ફળોનું સેવન વધુમાં વધુ કરો, આમાં રહેલા મિનરલ્સ અને પાણીની માત્રા તમને લુ અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાથી બચાવે છે