દરેક લોકોને નાસ્તામા પૌવા ખાવા પસંદ હોય છે પરંતુ તે ઘણી વખત પરફેક્ટ બનતા નથી, ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
પૌવા,ડુંગળી,બટેટુ,રાઈ,જીરું,મીઠા લીમડાના પાન,લીલું મરચું,હીંગ,મગફળીના દાણા,હળદર,લીંબુનો રસ,ખાંડ,નારિયેળનું છીણ,મીઠું,તેલ,દાડમના દાણા,કોથમરી.
સૌ પ્રથમ પૌવાને એક મોટી ચાળણીમાં નાખીને તેને પાણીમાં એક બે વાર ધોઈ લો અને તેની ઉપર મીઠું, ખાંડ છાંટો ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તેમાં રાઈ,જીરું,લીલું મરચું,મીઠા લીમડાના પાન,મગફળી અને હીંગ-મરચું ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં ડુંગળી,બટેકા અને મીઠું નાખીને થોડીવીર પકાવી લો.
હવે તેમાં હળદર,મીઠું મરચું પાઉડર અને પલાળેલા પૌવા નાખીને બરાબર મિક્સ કરો.
હવે તેમાં લીંબુનો રસ,સૂકું છીણેલું નારિયેળ અને બારીક સમારેલા કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.