Gujarati Kadhi Recipe: ગુજરાતી કઢી બનાવવાની રીત


By Vanraj Dabhi01, Aug 2024 02:35 PMgujaratijagran.com

ગુજરાતી કઢી

ગુજરાતીઓની ઓળખ કરાવતી રેસીપી પૈકીની એક કઢી છે, તમે ઘરે ગુજરાતી કઢી આ રીતે બનાવી શકો છો.

સામગ્રી

ચણાનો લોટ,દહીં કે ખાટી છાસ,મીઠું,આદુ,લીલા મરચા,રાઈ,હીંગ,તજ,જીરું,સુકા લાલ મરચા,મીઠા લીમડાના પાન, બટાકું,મુળો,કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક તપેલીમાં થોડો ચણાનો લોટ, ખાટી છાસ કે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમા આદુ અને લીલા મરચાની પેસ્ટ,બે ગ્લાસ પાણી, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

સ્ટેપ-3

હવે એક પેનમાં ઘી ગરમ કરી પછી તેમા રાઈ, હીંગ, તજ, જીરું, સુકા લાલ મરચા, મીઠા લીમડાના પાન ઉમેરો.

સ્ટેપ-4

હવે તેમા સમારેલું થોડું બટાકુ અને મુળા અને થોડું પાણી ઉમેરી થોડીવાળ સાંતળીને પછી તેમાં ખાંડ અને ચણાના લોટ વાળું મિશ્રણ ઉમેરીને બરાબર પકાવી લો.

સર્વ કરો

હવે તેમા કોથમરી ગાર્નિશ કરીને ગુજરાતી કઢી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શ્રાવણમાં મહેંદીનો રંગ થશે વધુ ઘાટો, અપનાવો આ સરળ ટીપ્સ