શ્રાવણ મહિનો તીજ અને તહેવારોનો મહિનો છે, આ મહિનામા મહેંદી લગાવવાનો ટ્રેન્ડ વધું જોવા મળે છે. એક માન્યતા પ્રમાણે મહેંદીનો રંગ જેટલો ઘાટો તેટલા પતિનો પ્રેમ વધુ તેવું માનવામાં આવે છે. આ માટે યુવતીઓ તેમની મહેંદીનો રંગ વધું નીખરીને આવે તે માટે અવનવી ટ્રીક્સ અપનાવતી હોય છે. આ સ્ટોરીમા આપણે એવીજ કેટલીક ટીપ્સ વિશે વાત કરીશું જેનાથી તમે મહેંદીનો રંગ વધુ ઘાટ્ટો કરી શકો છો
મહેંદી લગાવી લીઘા પછી સુકાઈ જાય પછી તેને ખંખેરીને હાથ સાફ કરી લો પછી તેની પર લવિંગનું તેલ લગાવો. આનાથી તમારી મહેંદીનો રંગ ઘાટો થઈ જશે. હાથને પાણીથી ધોશો નહીં
સરસવનું તેલ પણ મહેંદીનો રંગ ઘાટો કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે, મહેંદી સુકાઈ ગયા પછી હાથ પર સરસવનું તેલ લગાવી લો. યાદ રાખો, પાણીથી હાથ ન ધોવા.
લવિંગને તવા પર શેકી લઈ તેને તમારા હાથ પર રાખો, લવીંગના ધુમાડાથી મેહેંદીનો રંગ ઘાટ્ટો થાય છે.
મહેંદીની પેસ્ટ બનાવતી વખતે તેમાં કોફી પાવડર ઉમેરી દો અને તેનાથી હાથ પર મહેંદી લગાવો, આનાથી મહેંદીનો રંગ સુંદર રીતે નીખરીને આવશે.
મહેંદીની પેસ્ટ બનાવતી વખતે તેમાં બીટરૂટ પાવડર અથવા રસ ઉમેરી તે મીક્ષરથી હાથ પર મહેંદી લગાવો.
મહેંદીનો ઘાટો રંગ મેળવવા માટે ચારકોલ પાવડર પણ ફાયદાકારક છે, આ માટે પણ મહેંદીની પેસ્ટ બનાવતી વખતે તેમાં ચારકોલ પાવડર નાખી દો આનાથી મહેંદીનો રંગ ઘાટ્ટો જોવા મળશે
મહેંદીનો ઘાટ્ટો રંગ મેળવા તેની પેસ્ટમાં ચાના પાંદડાને પાણીમાં ઉકાળી મીક્સ કરી લો.