Surti Locho Recipe: સુરતી લોચો બનાવવાની રીત


By Vanraj Dabhi30, Jul 2024 12:23 PMgujaratijagran.com

સુરતી લોચો

સુરતની ફેમસ રેસીપી સુરતી લોચો તમે તમારા મહેમાનોને પીરસીને ખુશ કરી શકો છો.ચાલો જાણીએ તેને બનાવવા રીતે વિશે.

સામગ્રી

ચણાની દાળ, આદુ, હળદર, બેકિંગ સોડા, લાલ મરચું પાવડર, મીઠું, લીલું મરચું, દહીં, હિંગ, તેલ, જીરું પાવડર, ચણાનો લોટ.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચણાની દાળને પાણીથી ધોઈને 2-3 કલાક પાણીમાં પલાળીને પછી દાળને બ્લેન્ડરમાં નાખીને ઘટ્ટ મિશ્રણ બનાવી તેમાં પાણી, ચણાનો લોટ,દહીં, મીઠું ઉમેરીને બેટર તૈયાર કરીને એક બાઉલમાં કાઢી લો.

સ્ટેપ-2

હવે તેમાં લીલાં મરચાં, આદુ, હળદર, હિંગ, ખાવાનો સોડા અને તેલ નાખીને સારી રીતે હલાવો.

સ્ટેપ-3

હવે આ મિશ્રણને એક ટીનમાં રેડો અને 10-12 મિનિટ વરાળમાં પકાવો અને પછી તેને ટીનમાંથી કાઢી લો.

સ્ટેપ-4

હવે લોચા પર લાલ મરચું પાવડર, જીરું પાવડર, સેવ ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે સુરતી લોચો, તમે ડુંગળી અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dudhi Na Muthiya: દૂધીના મુઠીયા બનાવવાની પરફેક્ટ રેસીપી