Coconut Chutney Recipe: લીલા નારિયેળની ચટણી બનાવવાની રેસીપી


By Vanraj Dabhi03, Aug 2024 02:28 PMgujaratijagran.com

નારિયેળની ચટણી

નારિયેળની ચટણી ખાવી દરેક લોકોને પસંદ હોય છે પરંતુ તે પરફેક્ટ બનતી નથી, ચાલો જાણીએ તેની રેસીપી.

સામગ્રી

નાળિયેર,શેકેલી મગફળી,આદુ,લીલા મરચા,કોથમરી,મીઠો લીંમડો,મીઠું,પાણી,તેલ,જીરું,રાઈના દાણા,ચણાની દાળ,અડદની દાળ,આખા લાલ મરચાં,મીઠો લીંમડો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક નાળિયેરને પેનમાં હળવું શેકીને તેમાંથી કોપરું કાઢી તેના ટુકડા કરી લો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારમાં શેકેલી મગફળી,આદુ,લીલા મરચાં,મીઠો લીંમડો,કોથમરી અને નાળિયેરના ટુકડા ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં થોડું મીઠું અને થોડું પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરી એક બાઉલમાં કાઢી લો.

સ્ટેપ-4

હવે એક વઘારીયામાં થોડું તેલ ગરમ કરી તેમાં ચણા-અડદની દાળ,રાઈ-જીરું,આખા લાલ મરચાં,મીઠા લીમડાના પાન ઉમેરીને વઘાર કરો.

સ્ટેપ-5

હવે તૈયાર કરેલ નાળિયારની પેસ્ટમાં વઘાર ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે નાળિયેરની ટેસ્ટી ચટણી, તમે ઈડલી ઢોસા સાથે આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarati Dishes: ગુજરાતની પ્રખ્યાત વાનગીઓના નામની યાદી