Pav Bhaji Paratha Recipe: પરફેક્ટ પાવ ભાજી પરાઠા બનાવવાની રીત


By Vanraj Dabhi06, Aug 2024 01:45 PMgujaratijagran.com

પાવ ભાજી પરાઠા

દરેક લોકોને નાસ્તામાં અલગ અલગ રેસીપી પસંદ હોય છે, તમે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તા માટે પાવ ભાજી પરાઠા ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

બાફેલા બટેકા,ટમેટા,ડુંગળી,કેપ્સીકમ,વટાણા,આદુ-મરચા-લસણની પેસ્ટ,કોથમરી,મીઠું,સંચળ,ચાટ મસાલો,આમચૂરણ,શેકેલા જીરાનો પાઉડર,હીંગ,પાઉ ભાજીનો મસાલો,ધાણાજીરું,લાલા મરચું પાવડર,હળદર,ઘઉંનો લોટ, તેલ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કૂકરમાં બટાકાને બાફી છાલ ઉતારી લો અને તમામ શાકભાજીને સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં બાફેલા બટેકાને છીણી તેમાં તમામ શાકભાજીને ઝીણી સમારીને ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં જણાવેલા બધા મસાલા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં ઘઉંનો લોટ, તેલ અને થોડું પાણી ઉમેરીને લોટ બાધી લો.

સ્ટેપ-5

હવે લોટમાંથી નાના નાના લૂઆ બનાવી પાટલા પર પળ વાળા પરાઠા બનાવીને એક તવો ગરમ કરી તેના પર પરાઠા મૂકીને શેકી લો.

સર્વ કરો

તૈયાર છે પાઉ ભાજી પરાઠા તમે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Rotli No Chevdo Recipe: બ્રેકફાસ્ટ માટે રોટલીનો ચેવડો બનાવવાની રીત