દરેક લોકોને સવારના નાસ્તામાં અલગ અલગ રેસીપી પસંદ હોય છે, તમે ઘરે બ્રેકફાસ્ટમાં રોટલીનો ચેવડો બનાવી શકો છો.
બચેલ રોટલી,તેલ,રાઈ,મીઠો લીમડો,મગફળી,ડુંગળી,હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું.
સૌ પ્રથમ રોટલીના ટુકડા કરીને એક મિક્સર જારમાં અધકચરું ક્રશ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ,મીઠો લીમડો,મગફળીના દાણા,ડુંગળી ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં હળદર,લાલ મરચું,ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં ક્રશ કરેલી રોટલી નાખીને મિક્સ કરી લો.
તૈયાર છે રોટલીનો ચેવડો, તમે તેમાં કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.