જામનગરના ઘુઘરા ખૂબ જ પ્રખ્યાત છે, ચોમાસામાં તમને ઘુઘરા ખાવાનું મન થાય તો તમે ઘરે આ રેસીપી ટ્રાય કરી શકો છો.
ઘઉં, મેંદાનો લોટ, મીઠું, તેલ, પાણી, બાફેલા બટાકા, લીલા મરચા, આમચૂર પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કોથમરી, આખા લાલ મરચા, લસણની કળી, લીંબુનો રસ.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં કે મેંદાનો લોટ,મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરીને થોડુ પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે બાફેલા બટાકાને મેશ કરી તેમાં લીલાં મરચા,આમચૂર પાઉડર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,કોથમરી અને મીઠું નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.
લોટમાંથી લૂઓ લઈને ઘૂઘરા માટે પુરી બનાવીને તેમાં સ્ટફિંગ ભરીને બંને બાજુથી કિનારી દબાવીને બરોબર પેક કરીને ઘુઘરા તૈયાર કરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ઘુઘરા નાખીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને એક વાસણમાં કાઢી લો.
હવે એક સર્વિશીંગ પ્લેટમાં ઘુઘરા લઈને તેના ટૂકડા કરી ઉપર તીખી-ખાટી અને મીઠી ચટણી, ઝીણી સેવ અને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.