Dakor Gota Recipe: ચોમાસામાં ડાકોરના ફેમસ ભજીયા ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi06, Aug 2024 10:31 AMgujaratijagran.com

ડાકોરના ભજીયા

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભજીયા ખૂબ ખાવામાં આવે છે, અને તેનો સ્વાદ પણ દરેક જગ્યાએ અલગ હોય છે, આજે ડાકોરના ફેમસ ગોટા ઘરે બનાવવાની રેસીપી જાણીશું.

સામગ્રી

ચણાનો લોટ,સોજી,આદુ-મરચાની પેસ્ટ,જીરું,હળદર,લાલ મચરું,ગરમ મસાલો,અજમો,કોથમરી,તીખાનો ભૂકો,ખાવાનો સોડા,ખાંડ,લીંબુનો રસ,તેલ,મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને સોજી મિક્સ કરો.

સ્ટેપ-2

હવે તેમા આદુ-મરચાની પેસ્ટ,જીરું,હળદર,લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરો.

સ્ટેપ-3

હવે અજમો,કોથમરી,થોડું તેલ,તલ,તીખાનો ભૂકો નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

ત્યારબાદ તેમાં ખાંડ,ખાવાનો સોડા,લીંબુનો રસ,કોથમરી,મેથી અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ-5

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ગોટા માટેનું પરફેક્ટ બેટર બનાવી લો.

સ્ટેપ-6

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ગોટા મૂકીને સારી રીતે તૈયાર કરી લો.

સર્વ કરો

તૈયાર છે ડાકોરના ફેમસ ગોટા તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Farali Chaat Recipe: શ્રાવણના વ્રતમાં ઘરે ટ્રાય કરો ફરાળી બટાકાની ચાટ