Farali Chaat Recipe: શ્રાવણના વ્રતમાં ઘરે ટ્રાય કરો ફરાળી બટાકાની ચાટ


By Vanraj Dabhi05, Aug 2024 06:18 PMgujaratijagran.com

ફરાળી ચાટ

શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, ત્યારે ઘણા લોકો શ્રાવણ માસમાં વ્રત કરતા હોય છે, તમે ફરાળ માટે યુનિક રેસીપી શોધી રહ્યા હોવ તો તમે ફરાળી બટાકાની ચાટ બનાવી શકો છો.

સામગ્રી

બાફેલા બટેટા, તેલ, જીરું, લીલું મરચું, આદુ, મીઠા લીમડાના પાન, ધાણાજીરું પાવડર, કાળી મરી પાવડર, સેંધા નમક, કોથમરી, શીંગદાણા.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કૂકરમાં બટેટા બાફી તેની છાલ ઉતારી લો અને લીલા મરચા-આદુને ઝીણા સમારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લીલા મરચા-આદું,મીઠા લીમડાના પાન ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં બાફેલા બટેટાના ટુકડા, સેંધા નમક, ધાણાજીરું પાવડર, કાળા મરી પાવડર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં શેકેલા શીંગદાણા, કોથમરી ગાર્નિશ કરી લો.

સર્વ કરો

તૈયાર છે ફરાળી બટેટાની ચાટ, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Besan Gatta Sabji Recipe: રાજસ્થાની સ્ટાઇલ બેસન ગટ્ટાનું શાક બનાવવાની રેસીપી