તમે બેસન ગટ્ટાનું શાક તો ખાધુ હશે, આજે અમે તમને ટ્રેડિશનલ રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક બનાવવાની રેસીપી જણાવીશું.
બેસન,હળદર,લાલ મરચું પાઉડર,જીરું, ગરમ મસાલો,તેલ, મીઠું, રાઈ,હીંગ, આદુ,ડુંગળી, ધાણાજીરું, દહીં,ઘી,કોથમરી.
સૌ પ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરીને તેમાં મીઠું,અજમો અને પછી તેમાં ચણાનો લોટ ઉમેરો અને ચમચી વડે મિક્સ કરી લો.
ચણાનો લોટ સારી રીતે તૈયાર થઈ જાય પછી તેને પ્લેટમાં કાઢીને ફેલાવીને ચાકુની મદદથી કાપી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું,હિંગ, ડુંગળી,લીલા મરચા વગેરે નાખીને તેને સાંતળી લો.
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં,મીઠું,મસાલો, ચણાના લોટના ટુકડા વગેરે ઉમેરીને થોડી વાર પકાવો.
તૈયાર છે ચણાના લોટના ગટ્ટાની રેસીપી, તમે કોથમરી ગાર્નિશ કરી ભાત,રોટલી,પરાઠા વગેરે સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.