Jeera Aloo: જીરા આલૂ ભાજી બનાવવાની રીત


By Vanraj Dabhi17, Sep 2024 05:50 PMgujaratijagran.com

જીરા આલૂ

જીરા આલૂ બટેકાનું એક સ્વાદિષ્ટ સૂકું શાક છે, તમે આ વાનગી ઘરે બનાવવી એકદમ સરળ છે, નોંધી લો રેસીપી.

સામગ્રી

બાફેલા બટેકા, જીરું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, લીલા મરચાં, લીંબુનો રસ, તેલ, કોથમરી, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખીને સાંતળી લો.

સ્ટેપ-2

હવે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું વગેરે નાખીને વઘારી કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં બાફેલા અને જીણા સમારેલા બટાકા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે બરાબર મસાલા મિક્સ કરી ઉપરથી કોથમરી ગાર્નિશ કરી લો.

સર્વ કરો

તૈયાર છે જીરા આલૂની ભાજી, તમે રોટલી કે પુરી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sandwich Dhokla: લસણીયા સેન્ડવીચ ઢોકળાની યુનિક રેસીપી