Sandwich Dhokla: લસણીયા સેન્ડવીચ ઢોકળાની યુનિક રેસીપી


By Vanraj Dabhi17, Sep 2024 01:10 PMgujaratijagran.com

સેન્ડવીચ ઢોકળા

દરેક ગુજરાતીઓને લસણીયા સેન્ડવીચ ઢોકળા પસંદ હોય છે, પરંતુ આ રેસીપીને તમારે ઘરે ટ્રાય કરવી હોય તો, નોંધી લો આ પરફેક્ટ રેસીપી.

સામગ્રી

સોજી, દહીં, ઈનો, ફ્રુટ સોલ્ટ, પાણી, મીઠું, ખાંડ, તેલ, લસણની કળી, મરચું પાવડર, રાઈ, તલ, મીઠા લીમડાના પાન, જીરું, હીંગ, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં રવો,દહીં,મીઠું,ખાંડ વગેરે સામગ્રી મિક્સ કરીને બેટર તૈયાર કરો.

સ્ટેપ-2

તૈયાર થયેલ બેટરને બે વાટકામાં ભરી લો અને એક થાળીમાં તેલ ગ્રીસ કરી એક વાટકીમાં ઈનો ફ્રૂટ સોલ્ટ નાખી મિક્સ કરીને બેટરને થાળીમાં રેડીને સ્ટીમ કરો.

સ્ટેપ-3

હવે લસણની કળીઓ ખાંડીને ચટણી પેસ્ટને ઘટ્ટ બેટર જેવુ કરી સ્ટીમ કરેલ પહેલા લેયર પર રેડીને ફેલાવી ઢાંકણ બંધ કરીને ફરી સ્ટીમ કરો.

સ્ટેપ-4

હવે તેના પર બીજા વાટકાનું બેટર રેડીને સ્ટીમ કરી બહાર કાઢીને ચપ્પુની મદદથી ચોરસ કટિંગ કરો.

સ્ટેપ-5

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,તલ અને મીઠા લીમડાના પાન એડ કરીને વઘાર તૈયાર કરીને ઢોકળા પર રેડી દો.

સર્વ કરો

આપણા લસણીયા સેન્ડવીચ ઢોકળા તૈયાર છે, હવે તેના પર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tomato Soup: ટામેટાનો સૂપ બનાવવાની રીત