કેટલાક લોકોના હોઠનો રંગ કાળો પડવા લાગે છે. જો તમારા હોઠ સોફ્ટ અને ગુલાબી રાખવા હોય તો સરળ ટિપ્સને જરૂર ફોલો કરો.
રોજ હોઠની માલિશ કરવાથી તમારા હોઠ સોફ્ટ અને ગુલાબી બની શકે છે. આંગળી ગોળ ગોળ હોઠ પર ફેરવીને તમે મસાજ કરી શકો છો.
પોષકતત્ત્વોથી ભરપૂર બીટનો રસ તમારા કાળા હોઠને ગુલાબી બનાવી શકે છે. આ માટે બીટના રસમાં એલોવેરા જેલ મિક્સ કરીને રોજ હોઠ પર લગાવવી.
તમારા કાળા હોઠને ગુલાબી બનાવવા માટે શરીરમાં પાણીની ઉણપ ના થવા દો. પાણી ઉણપના કારણે હોઠની ત્વચા શુષ્ક અને ડ્રાઇ થવા લાગે છે.
રાત્રે સૂતા પહેલા હોઠો પર નેચરલ મોઇશ્ચરાઇઝર જેમ કે, ઓલીવ ઓઇલ,નારિયળ તેલ, મધ અથવા શિયા બટર લગાવો. આનાથી હોઠને પોષણ મળશે અને ગુલાબી બનશે.
લીંબુના રાસમાં પ્રાકૃતિ બ્લિચિંગ ગુણ હોય છે, જે કાળા હોઠને ગુલાબી બનાવી શકે છે. હોઠને ગુલાબી બનાવવા માટે લીંબુના રસમાં ખાંડ મિક્સ કરીને સ્ક્રબ કરો.
સૂર્યના હાનિકારક કિરણો હોઠની ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આ માટે તડકામાં નીકળતા પહેચા એસપીએફ રહેલું લીપ બામ લગાવો અને હોઠને કવર કરો.