ઉંમર અને વજન વધવાની સાથે સાથે કેટલી ગંભીર બીમારીઓના કારણે હાડકામાંથી કટ કટ અવાજ આવવા લાગે છે. આવો જાણીએ આવું થવા પાછળનું કારણ શું છે.
શરીરનું વધતું વજન અથવા સ્થૂળતાના કારણે હાડકામાંથી કટ કટ અવાજ આવી શકે છે. સ્થૂળતાના કારણે શરીરનું વજન હાડકા પર આવે છે, જેના કારણે હાડકા પર ઘસારો આવો છે અને કટ કટનો અવાજ આવે છે.
સાંધા અને હાડકામાંથી અવાજ આવવાના ઘણાં કારણો હોઇ શકે છે. તેમા વધતી ઉંમર પણ હોઇ શકે છે. હાડકામાંથી અવાજ આવવો એ એજિંગના સામાન્ય લક્ષણો છે.
સાંધા અથવા સ્નાયુઓમાં સોજાના કારણે પણ કટ કટનો અવાજ આવી શકે છે. આ સોજાના કારણે હાડકામાં દુખાવો પણ થઇ શકે છે, જે ખૂબ જ પીડાદાયક હોય છે.
હાડકામાંથી કટ કટ અવાજ આવવાનું મુખ્ય કારણ સ્નાયુઓમાં ખેંચાવો પણ હોઇ શકે છે. લાંબા સમયથી આ પ્રકારનો અવાજ આવી રહ્યો હોય તો ડોક્ટરને જરૂર બતાવવું જોઇએ.
ઓસ્ટિયોઆર્થરાઇટિસ હાડકાને લગતી સમસ્યા છે, જેના કારણે તમારા જોઇન્ટ્સમાંથી કટ કટ અવાજ આવે છે. આ સમસ્યામાં હાડકા કમજોર થવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
સાંધાના હાડકામાં કટ કટની અવાજ આવે છે, જે ગઠિયાની સમસ્યાને કારણે હોઇ શકે છે. આ સમસ્યાને અવગણ્યા વગર તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.