Masala Dosa Recipe: મસાલા ઢોસા બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi24, Aug 2024 05:06 PMgujaratijagran.com

મસાલા ઢોસા

સવારે કે સાંજે નાસ્તામાં ઢોસા ખાવાનું મન થાય તો તમે રવાના મસાલા ઢોસા ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

રવો, ચોખાનો લોટ, મેંદાનો લોટ, જીરું, આદું-લીલા મરચાની પેસ્ટ, લીમડાના પાન, કોથમીર, ડુંગળી, પાણી, તેલ, મીઠું.

સ્ટેપ-1

એક મોટા બાઉલમાં રવો, ચોખાનો લોટ, મેંદો, મીઠું નાખીને મિક્સ કરો.

સ્ટેપ-2

હવે તેમાં જીરું, લીલું મરચું, આદું, લીમડાના પાન, લીલા ધાણા, ડુંગળી ઉમેરીને તેને બરાબર મિક્ષ કરો.

સ્ટેપ-3

હવે તેમાં પાણી, છાશ જેવુ પાતળું ખીરું બનાવીને એક થાળી ઢાંકીને 20 મિનિટ માટે સેટ થવા દો.

સ્ટેપ-4

હવે એક ગેસ પર નોનસ્ટિક તવાને ગરમ કરીને તેમાં ખીરું રેડો અને ગોળ આકારમાં ફેલાવી દો.

સર્વ કરો

ઢોસા ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવી લો. રવા ઢોસા તૈયાર છે, તમે નારિયેળની ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kankoda Nu Shaak Recipe: સાતમ આઠમ પર ઘરે બનાવો કાઠીયાવાડી સ્ટાઈલમાં કંટોલાનું શાક