Kankoda Nu Shaak Recipe: સાતમ આઠમ પર ઘરે બનાવો કાઠીયાવાડી સ્ટાઈલમાં કંટોલાનું શા


By Vanraj Dabhi24, Aug 2024 04:49 PMgujaratijagran.com

કંટોલાનું શાક

જો તમે સીઝનમા મળતા લીલા શાકભાજી ખાઈને કંટાળી ગયા હોવ તો તમે સાતમ આઠમ પર કાઠીયાવાડી સ્ટાઈલ કંકોડાનું શાક ટ્રાય કરી શકો છો.

સામગ્રી

કંટોલા, મગફળીનો ભુકો, ગાઠીયા અથવા બેસન, તલ, મીઠું, લીંબુ, તેલ, હિંગ, ગોળ, કોથમરી, લાલ મરચું પાઉડર, ધાણા જીરું, આદુ-લસણ-મરચાની પેસ્ટ.

સ્ટેપ-1

સૌ પ્રથમ કંકોડાને ધોઈ કારેલાની જેમ કંકોડામાંથી બીજ કાઢી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં આદુ-લસણની પેસ્ટ, મગફળીનો ભુકો, તલ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું, કોથમરી, લીંબુ અને તેલ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તૈયાર કરેલા મસાલો કંકોડામાં ભરી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી કંકોડા, કસુરી મેથી, મસાલા અને થોડું પાણી નાખીને 15 મિનીટ પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે ભરેલા કંકોડાનું શાક તમે ચોમાચા દરમિયાન આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરોતી જાગરણ વાંચતા રહો

Dahi Tikhari Recipe: કાઠીયાવાડી દહીં તીખારી બનાવાની રેસીપી