આ કાઠિયાવાડની એક તીખી અને ખાટી રેસીપી છે, આ તીખારીને તમે ભાત,પરાઠા,રોટલી વગેરે સાથે સર્વ કરી શકો છો.
દહીં, જીરું, મીઠો લીમડો, તેલ, ડુંગળી, લીલા મરચા, ધાણાજીરું, હળદર, મીઠું, કસુરી મેથી, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, કોથમરી.
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ-જીરું અને મીઠા લીમડાના પાન નાખીને સાંતળી લો.
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી,લીલા મરચા ઉમેરીને ડુંગળી નરમ થાય ત્યાં સુધી પકાવો.
હવે તેમાં હળદર,મીઠું,ધાણાજીરું અને લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો.
વઘાર એકદમ પાકી જાય એટલે દહીંને સારી રીતે ફેટીને તેને વઘારમાં ઉમેરીને ધીમાં ગેસ પર પકાવો.
હવે તેમાં કસૂરી મેથી,ચાટ મસાલો,લીલા ધાણાથી ગાર્નિશ કરીને ભાત અને રોટલી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.