બર્ગર બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ખૂબ ભાવે છે. મોટા ભાગે લોકો બહાર કેફેમાં બર્ગર ખાવાનું પસંદ કરે છે, પરંતુ તમે ઘરે પણ સરળતાથી બર્ગર બનાવીને એન્જોય કરી શકો છો. આવો જાણીએ રસદાર પનીર બર્ગરથી લઈને ફળાફળ બર્ગરથી વિશે જેને તમે ઘરે બનાવીને પણ ખાઈ શકો છો
મેરીનેટ કરેલા સ્વાદિષ્ટ શેકેલા પનીર, લેટીસ, કાકડી ફુદીનો અને લીલા મરચાંની ચટણીથી બનાવવામાં આવતું આ બર્ગર સ્વાદમાં ટેસ્ટી અને ફુલફિલિંગ છે.
બર્ગરમાં આલુ ટીક્કી બર્ગર ખૂબ ફેમસ છે, બટાકાની પેટી સહિત આમલીની ચટણી અને કાકડી અને ડુંગળી જેવી તાજી શાકભાજીઓ સાથે આ બર્ગર ખૂબ ટેસ્ટી લાગે છે.
ફ્લફી બનમાં કઠોળ, દાળ અથવા ચણામાંથી બનાવમાં આવતી પેટી એડ કરી સાથે લેટીસ, ટામેટાં, અથાણાં જોડે સ્વાદિષ્ટ કલાસિક વેજી બર્ગર પણ તમને ઘરે બનાવીને ખાઈ શકો છો
શક્કરીયા અને બ્લેક બીન સ્વાસ્થ્ય માટે ફાયદાકરક તો છે, તેમાં તમે તેનું બર્ગર બનાવીને ખાવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. જીરું, પૅપ્રિકા, એવોકાડો અને સાલસા વગેરેની પેટી બનાવીને સોસ, નાચોસ અને ગ્વાકામોલ સલાડ સાથે સર્વ કરો.
ફ્લફી બનમાં હોમમેઇડ ક્રીમી હમસ, ક્રન્ચી લેટીસ, ટામેટાં અને કાકડીઓ સાથે ક્રિસ્પી ફલાફલ પૅટી તૈયાર કરી ટેસ્ટી બર્ગર એન્જોય કરો