કેટરીના કૈફના ફિટનેસનું રહસ્ય છે સ્ટ્રીક્ટ વર્કઆઉટ અને હેલ્ધી ડાયેટ રુટીન


By Smith Taral28, Jul 2024 03:33 PMgujaratijagran.com

સુપરસ્ટાર કેટરીના કૈફને બોલિવુડની ફિટનેસ ફ્રીક કહેવામાં આવે છે, તેના કરીયરના શરુઆતથી કેટરીના તેના ફિટનેસને લઈને હંમેશા ગંભીર રહી છે. ડાન્સીગ ક્વીન કેટરીના કૈફના આ ટોન્ડ અને ફીટ બોડી પાછળ તેમનુ્ હેક્ટીક વર્કઆઉટ અને સ્ટ્રીક્ટ ડાયેટ રૂટીન છે. આવો જાણીએ વધુમાં

ફીટનેસને લઈને શું કહે છે કેટરીના

ફીટનેસ માટે કેટરીના હેલ્ધી લાઈફ સ્ટાઈલ અને સેલ્ફ કંટ્રોલનેને મુખ્ય પરિબળો જણાવે છે. આ સિવાય તે શરીરને સ્વસ્થ અને શેપમા રાખવા માટે બને તેટલું કાર્બસ અને સુગરથી દૂર રહે છે

હેક્ટીક વર્કઆઉટ

કેટરીના તેના જીમ વર્કઆઉટને ક્યારેય પણ મીસ નથી કરતી, અને અઠવાડીયા ત્રણ વખત વર્કઆઉટ પાછળ ફાળવે છે, કેટરીના ફંક્શનલ ટ્રેનીંગ સાથે વેઈટ લીફ્ટીંગ કરવાનું પસંદ કરે છે

જીમ રુટીન

કેટરીના તેના જીમ રુટીનની શરુઆત કાર્ડીયો અને પીલાટેસથી શરુ કરે છે. એટલુંજ નહીં તે વ્યાયામ અને યોગા પ્રેક્ટીસ કરી માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપે છે

આઉડડોર એક્સરસાઈઝ

કેટરીના આઉડડોર એક્સરસાઈઝને પણ પ્રાથમિકતા આપે છે જેમા તે કેટલબેલ્સ, બોસુ બોલ્સ, પાવર પ્લેટ્સ અને TRX જેવા ટુલ બેઝ્ડ એક્સરસાઈઝને કરવાનું પસંદ કરે છે

પીત્ત શરીર

કેટરીનાની ન્યુટ્રીશયનીસ્ટ પ્રમાણે કેટરીનાનું શરીર પીત્તમાં આવે છે અને તેને નિયંત્રણમા રાખવા કેટરીના આલ્કાલાઈનથી ભરપૂર ખોરાકનું સેવન કરે છે .

બ્રેકફાસ્ટ અને લંચ

કેટરીના બ્રેકફાસ્ટમાં હેલ્ધી કઠોળ અને ઓટમીલ ખાવાનું પસંદ કરે છે, અને ડ્રીન્કમાં દાડમનો જ્યુસનું સેવન કરે છે. લંચમા લીલા શાકભાજી, કઠોળ, સલાડ અને બ્રાઉન બ્રેડ ખાવાનું પસંદ કરે છે

હળદર અને લીંબુનું પાણી પીવાથી ઘટશે ચરબી, જાણી લો તેના અઢળક ફાયદા વિશે