ડાયાબિટીસની સમસ્યા આજકાલ વધતી જોવા મળી રહી છે, નાનાથી લઈને મોટા લોકો આ બીમારીનો શિકાર બની રહ્યા છે.
લોકો બ્લડ શુગરને નિયંત્રણમા રાખવા માટે અલગ અલગ ઉપાયો કરતા હોય છે. તમે જો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે કેટલીક મહત્વની ટીપ્સને અનુસરીને તેને નિયંત્રણમા રાખી શકો છો.
રાતમા ભોજન લેવામા બેલેન્સ રાખો. રાતના ભોજનમા પ્રોટીન, ફેટ, કાબ્રોહાઈડ્રેટ યુક્ત ખોરાકને સામેલ કરો.
નિયમિત તમે તમારા બ્લડ શુગર લેવલને ચેક કરાવવુ જોઈએ અને જો કંઈપણ બદલાવ લાગે તો તરત જ દિનચર્યામા ફેરફાર કરવો જોઈએ.
બ્લડ શુગર લેવલને નિયંત્રણમા રાખવા માટે પાણી પીતા રહો. પર્યાપ્ત માત્રામા પાણી પીવાથી હેલ્ધી બ્લડ શુગર લેવલમા વધારો થાય છે.
ઘણા લોકોને રાતના સમયમા નાસ્તો કરવાની આદત હોય છે. આ સારી આદત નથી, તેનાથી બચવુ જોઈએ.
રાતના સમયે સૂતા પહેલા હળવી કસરત કરવાથી બ્લડ શુગરને નિયંત્રણમા રાખવામા મદદ મળે છે. તેનાથી શરીર પણ સ્વસ્થ રહે છે.
રાતના સમયે મિઠાઈનુ સેવન કરવાથી બચવુ જોઈએ. આ આદત બ્લડ શુગરની સમસ્યાને વધારે છે.