ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટી આદતોના કારણે આજકાલ લોકોની ઉંમર વાસ્તિવક ઉંમર કરતા વધુ લાગે છે. એટલુ જ નહીં, આ લોકોની આયુષ્ય પણ ઓછુ થાય છે. તેનાથી બચવા માટે કેટલીક આદતો તમે જીવનમા અપનાવી શકો છો.
દિનચર્યામા બદલાવ કરીને તમે લાંબુ જીવન જીવી શકો છો. ચલો જાણીએ તમારે કંઈ આદતોને જીવનમા ઉતારવી જોઈએ.
સ્વસ્થ રહેવા માટે તમે રોજ વ્યાયામ કરો. સંસોધન પ્રમાણે તમે રોજ 20 મિનિટ સુધી કસરત કરવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.
સ્વસ્થ રહેવા માટે તમારે ફળો અને શાકભાજીનુ સેવન કરવુ જોઈએ. હેલ્ધી ફૂડથી શરીરમા આવશ્યક પોષકતત્વોની પ્રાપ્તિ થાય છે.
જીવનમા સકારાત્મક વિચાર રાખવા ખૂબ જ જરુરી છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. આ ઉપરાંત દિમાગની સમસ્યાઓથી પણ બચી શકાય છે.
સ્મોકિંગ અને આલ્કોહોલના સેવનથી શરીર પર તેની ખરાબ અસર જોવા મળે છે. લાંબા આયુષ્ય માટે આ આદતોથી દૂર રહેવુ જોઈએ.