ખરાબ ખાવાપીવાની આદતોના કારણે આંતરડામા ગંદકી જમા થઈ શકે છે, તેની ખરાબ અસર સ્વાસ્થ્ય પર પડે છે અને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
આંતરડાની સફાઈ રહેવી ખૂબ જ જરુરી છે. હવે સવાલ એ થાય કે કંઈ રીતે આંતરડાની સફાઈ રાખી શકાય?
ઠંડીમા તમે તમે ઘણી શાકભાજીઓના જ્યુસનુ સેવન કરી શકો છો. તમે દૂધી, ટમાટર, પાલક, બીટ, આદુ, કારેલા જેવી શાકભાજીઓના જ્યુસને ડાયટમા સામેલ કરી શકો છો.
આંતરડાને સાફ રાખવા માટે તમે હાઈ ફાઈબર ડાયટ લો. હાઈ ફાઈબરયુક્ત ખોરાકનુ સેવન કરવાથી આંતરડાની સફાઈ થાય છે.
આપણે બધા રોજ તળેલી અને શેકેલી વસ્તુ ખાતા હોઈએ છીએ. આંતરડાની સફાઈ બનાવી રાખવા માટે આવી વસ્તુના સેવન પછી તરત જ એક ચમચી ગાયનુ ઘી ખાઓ.
રાતે એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી પેટ સંબધિત સમસ્યાઓ દૂર થાય છે. જો તમને પિત્તની સમસ્યા છે તો રોજ રાતે એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી તેમા રાહત મળે છે.
આંતરડાની સફાઈ કરવા માટે દહીં પણ સારો વિકલ્પ છે. દહીંના સેવનથી અપચો અને પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે.