ઉનાળામાં દરેક લોકો પરસેવાથી પરસેવાથી સમસ્યાથી પરેશાન હોય છે,આવામાં ઘણા લોકો તો પરસેવાની દૂર્ગંધથી કંટાળી જતા હોય છે, આવો જાણીએ પરસેવાની દૂર્ગંધથી છૂટકારો મેળવવાના ઘરેલું ઉપાય વિશે.
જો તમે ઉનાળામાં પરસેવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દિવસમાં ઓછામાં ઓછું બે વાર સ્નાન કરો, નહાવાના પાણીમાં લીંબુનો રસ,ખાવાનો સોડા,એલોવેરાનો રસ અને ચંદન પણ નાખી મિક્સ કરી શકો છો.
ઉનાળામાં ચહેરા પર પરસેવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારે નિયમિત દાઢી કરવી જોઈએ.
ઉનાળાની ઋતુમાં તમને વધુ પડતા સ્ટ્રેસથી પણ પરસેવો થતો હોવાથી તેની દુર્ગંધ વધી જાય છે.તેથી ખોટું સ્ટ્રેસ ન લેવું.
ઉનાળામાં પરસેવાની દુર્ગંધથી બચવા માટે તમારે દિવસભર પુષ્કળ પાણી પીવું જોઈએ.
ઘણી વખત દવાની ગોળીઓના વધુ પડતા સેવનથી પણ પરસેવાની દુર્ગંધ આવે છે.આને રોકવા માટે જો તમે દિવસમાં ઓછામાં ઓછા બે વાર સ્નાન કરો છો, તો તમારા શરીરમાંથી તમામ બેક્ટેરિયા અને અશુદ્ધિઓ સાફ થઈ જશે.
આ સિવાય સ્વસ્થ અને સંતુલિત આહાર લો, સ્વચ્છતાનું ધ્યાન રાખો, કપડા રોજ ધોયેલા પહેરો અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો.
આ ટ્રિક અપનાવીને તમે પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો,વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.