ગર્ભાવસ્થા દરમિયાન શરીરમા પ્રોટીનની ઉણપ સર્જાતા નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેથી આ સમયગાળા દરમિયાન પ્રોટીનથી ભરપૂર આહાર લેવો જોઈએ. ચલો જાણીએ ગર્ભાવસ્થા વખતે પ્રોટીનની ઉણપને કંઈ રીતે પૂરી કરી શકાય.
ગર્ભાવસ્થા દરમિયાન શરીરમા પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે તમે પનીરનુ સેવન કરી શકો છો. પનીરમા સારી એવી માત્રામા પ્રોટીન હોય છે, જેનાથી શરીરમા પ્રોટીનની ઉણપ દૂર થાય છે.
સોયાબીનમા પ્રાટીનની માત્રા સારા એવા પ્રમાણમા હોય છે. જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમા પ્રોટીનની ઉણપ સર્જાય તો સોયાબીનનુ સેવન કરવુ એક સારો વિકલ્પ હોય શકે છે.
કોળાના બીજ ગર્ભાવસ્થા દરમિયાન શરીરમા પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે મદદ કરે છે. કોળાના બીજમા ફાઈબર અને મેગ્નેશિયમની સાથે સાથે પ્રોટીન પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
દાળ પણ પ્રોટીન માટેનો એક સારો વિકલ્પ છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરમા પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે દાળનુ સેવન કરવાથી પ્રોટીની ઉણપ દૂર થાય છે. તમે મગ, અળદ વગેરે દાળ ભોજનમા સામેલ કરી શકો છો.
દૂધ પીવાથી શરીર માટે ગુણકારી છે. આ ઉપરાંત દૂધ પીવાથી શરીરમા પ્રોટીનની ઉણપ પણ દૂર થાય છે. શરીરમા પ્રોટીનની ઉણપ સર્જાતા તમે દૂધ તથા દહીં જેવા પ્રવાહી પદાર્થોનુ સેવન પણ કરી શકો છો.
ગર્ભાવસ્થામા પ્રોટીનયુક્ત ખોરાકનુ સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. તેનાથી હાડકા અને માંસપેશિયો મજબૂત થવાની સાથે માનસિક વિકાસમા પણ ખૂબ મદદ મળે છે.