ચામડીની 5 સમસ્યાઓ માટે લીમડાનુ પાણી છે ફાયદાકારક


By Prince Solanki25, Dec 2023 02:35 PMgujaratijagran.com

લીમડાનુ પાણી

ઔષધિય ગુણોથી ભરપૂર લીમડો સ્વાસ્થ્ય સંબધિત ઘણી સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. એજ રીતે લીમડો તમારી ચામડી માટે પણ ફાયદાકારક છે. ચલો જાણીએ લીમડાનુ પાણી ચામડી માટે કંઈ રીતે ફાયદાકારક છે?

વજાઈનલ સમસ્યાઓ

યોનિમા ખંજવાળ, ચેપ તથા બળતરાથી રાહત મેળવવા માટે તમે લીમડાના પાણીનો ઉપયોગ કરી શકો છો. લીમડાના પાણીથી વજાઈના વાળા ભાગને સાફ કરવાથી દુર્ગંધથી છૂટકારો મળે છે.

દાગ ધબ્બા દૂર કરે

ચહેરા પર જોવા મળતી ખીલ તથા દાગ અને ધબ્બાની સમસ્યાથી છૂટકારો મેળવવા લીમડાનુ પાણી ઉપયોગી છે. લીમડાના પાણીમા એંટી ફંગલ, એંટી બેક્ટેરિયલ, એંટી સેપ્ટિક ગુણો હોય છે, જે ચહેરાની ચામડી સંબધિત સમસ્યાઓ દૂર કરે છે.

એલર્જી

કોઈપણ પ્રકારની એલર્જી તથા ચેપથી છૂટકારો મેળવવા માટે તમે લીમડાના પાણીનો ઉપયોગ કરો. ચેપ વાળા ભાગ પર લીમડાના પાણીને લગાવવાથી તે સમસ્યા માથી છૂટકારો મળે છે.

ચામડીની ચમક માટે

લીમડાના પાણીથી સ્નાન કરવાથી ચામડી પરના દાગ ધબ્બા અને ખીલની સમસ્યા દૂર થાય છે. લીમડાના પાણીથી સ્નાન કરવાથી ચામડી અંદરથી સાફ થાય છે અને ચમક આવે છે.

ગુમડા અને ફોલ્લીનો ઈલાજ

લીમડાના પત્તાને પાણીમા ઉકાળો. ત્યારબાદ તે પાણીથી સ્નાન કરો. તેનાથી શરીરમા જોવા મળતી ગુમડા અને ફોલ્લીની સમસ્યાથી છૂટકારો મળે છે. લીમડાના પાણીથી સ્નાન કરવાથી ખંજવાળની સમસ્યા પણ દૂર રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

અસ્થમા અટૈક પહેલા શરીર આપે છે આ 5 સંકેત