અસ્થમા અટૈક પહેલા શરીર આપે છે આ 5 સંકેત


By Prince Solanki25, Dec 2023 12:43 PMgujaratijagran.com

અસ્થમા અટૈક

ઠંડીમા અસ્થમા અટૈકનુ જોખમ અનેકગણુ વધી જાય છે. જેથી અસ્થમા અટૈક આવતા પહેલા તેના સંકેત વિશે જાણવુ ખૂબ જ જરુરી છે. આ સંકેત તમને અટૈકથી બચાવવામા મદદ કરે છે.

એક્સપર્ટની સલાહ

એક્સપર્ટ ડોક્ટર આર. કે ચૌધરીના પ્રમાણે અસ્થમા અટૈક આવતા પહેલા વ્યક્તિની માંસપેશિઓ સંકોચાવા લાગે છે. જેથી શરીરમા જોવા મળતા આવા સંકેત પર ધ્યાન આપવુ ખૂબ જ જરુરી છે.

ગળામા ખંજવાળ

અસ્થમા અટૈક આવતા પહેલા તમને ગળામા ખંજવાળની સમસ્યા થઈ શકે છે. આ માટે ગળામા તથા દાઢીના ભાગે ખંજવાળ આવે તો સજાગ થઈ જાઓ.

મૂડમા બદલાવ

મૂડમા બદલાવ જેમ કે ચૂપ થઈ જવુ કે પછી તણાવમા એકાએક વધારો વગેરે લક્ષણો અસ્થમા અટૈક પહેલાના હોય શકે છે. જો તમને આવા કોઈ લક્ષણ જોવા મળે તો તેને નજરઅંદાજ ન કરો.

છાતીમા બળતરા

અસ્થમાની સમસ્યા વધવા પર છાતીમા બળતરા થઈ શકે છે. જો તમને છાતીમા કોઈપણ પ્રકારની બળતરા થાય છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

શ્વાસ લેવામા સમસ્યા

શ્વાસ લેવામા સમસ્યા થવી પણ એક અસ્થમા અટૈકના લક્ષણ હોય શકે છે. આ દરમિયાન શ્વાસ નળીમા સોજા આવવાથી તમને શ્વાસ લેવાની સમસ્યા થઈ શકે છે. જો આવી કોઈ સમસ્યા જોવા મળે તો તરત જ ડોક્ટર પાસે જઈને તપાસ કરાવો.

હોંઠ વાદળી થવા

શરીરને પૂરતા પ્રમાણમા ઓક્સિજન ન મળતા હોઠ વાદળી રંગના થવા લાગે છે. આ સ્થિતિમા તરત જ ડોક્ટર પાસે જઈને તપાસ કરાવો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

રક્તદાન કરતા પહેલા ધ્યાન રાખો કેટલીક જરુરી બાબતો