કેહવાય છે કે રક્તદાન એ મહાદાન છે, માટે રક્તનુ દાન કરવુ જોઈએ. રક્તદાન કરીને તમે કોઈ વ્યક્તિનુ જીવન બચાવી શકો છો પણ રક્તદાન કરતા પહેલા તમારે કેટલીક મહત્વની બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ. ચલો જાણીએ રક્તદાન કરતા પહેલા કંઈ વસ્તુઓનુ ધ્યાન રાખવુ જોઈએ?
આલ્કોહોલનુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેથી રક્તદાન કરતા પહેલા તમારે આલ્કોહોલ પીવાનુ ટાળવુ જોઈએ. તેના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.
શરીરમા હીમોગ્લોબિનની ઉણપ ન સર્જાય તે માટે તમારે તમારા ભોજનમા વધારેમા વધારે આયરનથી ભરપૂર વસ્તુઓને સામેલ કરવી જોઈએ. આયરન શરીરમા લોહીને બનાવવાનુ કામ કરે છે.
જો તમે પહેલાથી જ કોઈ બીમારીથી પીડિત છો તો રક્તદાન કરતા પહેલા જ ડોક્ટરને જણાવી દો. ડોક્ટરની સલાહ બાદ જ બ્લડ ડોનેટ કરવાનો નિર્ણય લેવો જોઈએ.
રક્તદાન કર્યા પછી ચક્કર આવવાની સમસ્યા જોવા મળે છે, જેનુ કારણ પૂરતા પ્રમાણમા ઊંઘ ન લેવી છે. જેથી રક્તદાન કરતા પહેલા તમારે 8 થી 9 ક્લાકની ઊંઘ જરુરથી લેવી જોઈએ.
ડિહાઈડ્રેશનના કારણે શરીરમા અનેક સમસ્યા થઈ શકે છે. રક્તદાન કર્યા પછી ચક્કર ન આવે તે માટે તમારા શરીરને પૂરી રીતે હાઈડ્રેટ રાખવુ જરુરી છે. એક દિવસમા ઓછામા 8 ગ્લાસ પાણી પીવુ જોઈએ.
જો તમને કોઈ તાવ ખાંસી થાય છે તો રક્તદાન કરવાનુ ટાળવુ જોઈએ. આ ઉપરાંત પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમા પણ તમારે રક્તદાન ન કરવુ જોઈએ.