શિયાળામાં પાલકનો જ્યુસ સ્વાસ્થ્ય માટે રામબાણ છે, જાણો તેના ફાયદા


By Vanraj Dabhi25, Dec 2023 11:19 AMgujaratijagran.com

પાલકનો જ્યુસ પીવાના સ્વાસ્થ્ય લાભો

શિયાળામાં પાલકનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે પાલકનો જ્યુસ સ્વાસ્થ્ય માટે કેવી રીતે રામબાણ સાબિત થશે?

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

પાલકમાં જોવા મળતું પોટેશિયમ દર્દીઓ માટે બીપીને કંટ્રેલ રાખવા માટે પણ ઘણું સારું છે. પાલકના જ્યુસમાં નાઈટ્રેટ સારી માત્રામાં જોવા મળે છે.

હૃદયના આરોગ્ય

પાલકનો જ્યુસ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હૃદય સંબંધિત સમસ્યાઓથી બચવા માટે પાલકનો જ્યુસ પીવો.

આંખના આરોગ્ય

આંખના સ્વાસ્થ્ય માટે પણ પાલકનો જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન A, Lutein અને Zeaxanthinથી ભરપૂર પાલકનો જ્યુસ આંખના નુકસાનના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકે છે.

You may also like

પાલક અને કારેલાનું જ્યૂસ પીવાથી આ ફાયદો થાય છે

શિયાળામાં પાલક જ્યૂસ પીવાના 5 ફાયદા

કબજિયાતની સમસ્યા

શિયાળાના મહિનાઓમાં કબજિયાતની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. આ તકે ઠંડા વાતાવરણમાં આ સમસ્યામાં પાલકનો જ્યુસ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે

મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પાલક ખાવો જોઈએ. આયર્નથી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી શરીરમાં આરબીસી ઝડપથી બને છે અને એનિમિયા દૂર થાય છે.

હાડકાં મજબૂત બને છે

પાલક હાડકાંને મજબૂત કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પાલકમાં મળતું વિટામિન K શિયાળામાં સંધિવા અને સાંધાના દુખાવામાં રાહત અપાવવામાં સક્ષમ છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળે છે? જાણી લો તેના પાછળનું કારણ