નવા કપડા ધોતી વખતે આ વસ્તુનો ઉપયોગ કરો, કપડાનો રંગ ક્યારેય નહીં જાય


By Vanraj Dabhi28, Dec 2023 03:50 PMgujaratijagran.com

કપડાનો રંગ નહીં જાય

ઘણીવાર બજારમાંથી નવા લાવેલા કપડાને ધોતી વખતે રંગ નીકળીને બીજા કપડા પર પણ લાગી જતો હોય છે. ત્યારે પૈસા ખર્ચ કર્યા વગર અમે તમારી આ સમસ્યાનો ઉકેલ લઈ આવ્યા છીએ, જેનાથી તમે કપડાને લાંબા સમય સુધી સાચવી શકો છો.

મીઠું

જો તમે નથી ઈચ્છતા કે નવા કપડામાથી રંગ જાય તો, આ ઉપાય અજમાવો. એક ડોલમાં 2 લીટર પાણી લો, તેમાં એક ચમચી મીઠું નાખો. હવે આ મીઠાવાળા પાણીથી તમારા નવા કપડાને ધુઓ, તમારા નવા કપડાના રંગ નહી ઉડે.

વિનેગર

આ કપડાના રંગ અકબંધ રાખવા માટે, પાણીમાં બે કપ વિનેગર ઉમેરીને કપડાનો રંગ નહી જાય.

ફટકડી

ફટકડી પણ રંગને પાણીમાં વહી જતા રોકે છે. જો તમે તમારા નવા કપડાનો રંગ તેવોજ રાખવા માંગતા હોવ, તો ફટકડીનો ઉપયોગ કરી શકો છો.

ફીક્સર શીટ

નવા કપડાનો રંગને પાણીમાં વહાવી દેતા અટકાવવા તમે ફીક્સર શીટને ઉપયોગમાં લઈ શકાય છે.

બને તો કપડાને છાંયડામા સુકવવા

ધાોઈને કપડાને હંમેશા છાંયડામા સુકવવા, તેનાથી કપડાનો રંગ ગાઢો થશે અને ફરી તમે જ્યારે કપડા ધોશો ત્યારે રંગ પણ નહી ઉડે.

ઠંડા પાણીનો ઉપયોગ કરવો

નવા કપડાને ઠંડા પાણીમાં ધોવા હિતાવહ છે, જ્યારે પણ નવા કપડા ખરીદા ત્યારે તેને ઠંડા પાણીમાં પલાડવા. ઠંડા પાણીથી રંગ ઉડવાનો ભય રહેતો નથી.

વાંચતા રહો

હવે તમે નવા કપડા ધુઓ ત્યારે આ ટીપ્સને ધ્યાનમાં રાખજો, તમારા કપડાનો રંગ ક્યારે નહી ઉડે અને તે નવા ને નવા રહેશે. આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરો વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઠંડીમા ગાજરથી બનાવો આ ટેસ્ટી ડિશ