વિટામિન અને મિનરલ્સથી ભરપૂર ગાજરમા અનેક પોષકતત્વો રહેલા હોય છે. ઠંડીમા તમે ગાજરની અનેક ડિશો બનાવીને તેની મજા માણી શકો છો. ગાજરથી બનાવેલી ડિશો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.
ગાજરના પરાઠા બનાવવા માટે તમે પહેલા ગાજરને પીસીને તેલ અને મસાલામા શેકી લો, ત્યારબાદ લોટમા તેને ભરીને પરાઠામાની જેમ શેક લો.
ગાજરને પીસી લો ત્યારબાદ તેને ડ્રાઈફૂટ્સ અને ઘીની સાથે ફ્રાઈ કરો. હવે તેમા દૂધ મલાઈ નાખીને તેનો હલવો બનાઈ લો. ઠંડીમા ગાજરનો હલવો લોકોની પસંદીદા મિઠાઈઓ માથી એક છે.
વિટામિન અને મિનરલ્સથી ભરપૂર ગાજરને તમે સલાડની જેમ પણ ખાઈ શકો છો. ગાજરનો સલાડ ખાવાથી તેના પોષકતત્વોનો લાભ શરીરને સીધો જ મળે છે.
ઠંડીમા ગાજરનુ બનેલુ અથાણુ લોકો ખાવાનુ પસંદ કરતા હોય છે. તેની સાથે મૂળો, મરચુ,લીંબુ વગેરે નાખીને મિક્સ અથાણુ પણ બનાવી શકો છો.
ઠંડીમા રોગપ્રતિકારક શક્તિમા વધારો કરવા માટે તમે ગાજરનો સૂપ બનાવીને પી શકો છો. નાનાથી લઈને મોટા લોકોમા આ સૂપ ખૂબ જ પ્રચલિત છે. તેના સેવનથી સ્વાસ્થ્ય સંબધિત ફાયદા પણ મળે છે.
ગાજરની મદદથી મફિન્સ બનાવી શકો છો. તે ખાવામા ટેસ્ટી અને લાજવાબ હોય છે. નાના બાળકોને તે ખૂબ જ પસંદ આવે છે.