કેવી રીતે જાણશો કે તમે હેલ્ધી ડાયેટ લઈ રહ્યા છો કે નહીં


By Smith Taral07, Feb 2024 06:26 PMgujaratijagran.com

હેલ્ધી ડાયેટ

શરીરને તંદુરસ્ત રાખવા હેલ્ધી ડાયેટ ખૂબ જરુરી છે. આપણે ડાયેટમાં ઘણા પ્રકારના ખોરાક લેતા હોઈએ છે, એવામા આપણે ઘણી વાર અજાણ્યામાં અનહેલ્ઘી ખોરાક લઈ લેતા હોઈએ છે, જેની અસર આપણને શરીરમા દેખાય છે. આજની સ્ટોરીમાં આપણે જાણીશું કે તમે હેલ્ધી ડાયેટ લઈ રહ્યા છો કે નહીં તેવુ કેેવી રીતે જાણશો?

શું તમારો ડાયેટ પ્લાન સાચો છે કે નહીં

આપણે દરેક કોઈ ડાયટ પ્લાન ફોલો કરતા હોઈએ છે, પણ સવાલ એ છે કે શું એ ડાયેટ આપણને સારુ પરિણામ આપી રહ્યું છે કે નહીં

ડાયેટ પ્લાન કામ કરી રહ્યો છે કે નહીં

જો તમે જાણવા માંગતા હોવ કે તમારો ડાયેટ પ્લાન કામ કરે છે કે નહીં તેની માટે આ ટીપ્સ ફોલો કરો, કેટલીક વસ્તુઓનું અવલોકન કરીને તમે આ સવાલનો જવાબ મેળવી શકો છો.

દિવસભર એર્નજેટીક રહેવું

જો તમે જમ્યા પછી એર્નજેટીક ફીલ કરો છો તો તમે સારો ખોરાક લઈ રહ્યા છો, જો તમારો ડાયેટ પ્લાન સારો નહીં હોય તો તમને જમ્યા પછી પણ એનર્જી ફીલ નહીં થાય

You may also like

એક ચમચી મેથીના દાણા આપશે અનેક ઘણા ફાયદા

સુપર હેલ્ધી અને સ્વાદિષ્ટ આખા મગની દાળ રેસીપી

મુડ સારો રહેવો

હેલ્થ એક્સપર્ટના કહેવા પ્રમાણે તમારી ડાયેટની અસર વ્યક્તિના મુડ પર પણ પડે છે. જો તમારો મુડ સારો રહેતો હોય તો તમે હેલ્ધી ડાયેટ લઈ રહ્યા છો.

જમ્યા પછી સંતુષ્ટી થવી

કેટલાક લોકો જમ્યા પછી પણ સંતુષ્ટ નથી થતા, જો તમારી સાથે પણ આ થતુ હોય તો માની લેવું કે તમે હેલ્ધી ડાયેટ નથી લઈ રહ્યા.

કપડા પરથી આવશે ખ્યાલ

સામાન્ય રીતે ડાયેટની અસર શરીર જોઈને ખબર નથી પડતી, જોકે તમે કપડાની ફીટીંગને જોઈને તમારા પ્રોગેસ રીપોર્ટ વિશે જાણી શકો છો.

આવી રીતે ખાવો અળસી ડાયાબીટીઝ રહેશે કંટ્રોલમા