ખરતા વાળથી ના થશો પરેશાન, અજમાવો આ ઉપાય અને પછી જુઓ કમાલ


By Sanket Parekh08, Apr 2023 04:19 PMgujaratijagran.com

નારિયેળનું તેલ અને એલોવેરા

આ બન્ને વસ્તુઓનું મિશ્રણ કરીને પેસ્ટ બનાવી લો, જેને થોડીવાર સુધી વાળમાં લગાવીને રાખો. જે બાદ શેમ્પુથી વાળ ધોઈ લો. આમ કરવાથી વાળ ખરવાની સમસ્યા મહદઅંશે ઓછી થઈ જશે.

મધ અને ઑટ્સ

આ બન્નેનું મિશ્રણ કરીને પૈક બનાવીને વાળ પર લગાવો. આમ કરવાથી વાળ શાઈની અને લાંબા થશે. આટલું જ નહીં, તમને જલ્દી સારું પરિણામ મળશે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટી ઑક્સીડેન્ટ હોય છે. જે વાળને ખરતા રોકવામાં મદદ કરે છે. તેને ઉકાળીને તેનું પાણી તમે વાળ પર લગાવી શકો છો

સફરજનનો સિરકો

અડધા ગ્લાસ ગરમ પાણીમાં અડધો ગ્લાસ સફરજનનો સિરકો મિક્ષ કરીને આ મિશ્રણને વાળ પર લગાવીને 5 મિનિટ સુધી રહેવા દો. આમ કરવાથી હેરફૉલને રોકી શકાય છે.

બદામનું તેલ

બરછટ અને ખરતા વાળ માટે બદામના તેલનો ઉપયોગ કરો. હુંફાળા તેલથી વાળમાં માલિશ કરવાથી ખરતા વાળની સમસ્યાથી છૂટકારો મળશે.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ ખરતા વાળ માટે રામબાણ ઈલાજ છે. આ રસને સ્કલ્પ લગાવીને થોડીવાર રહેવા દો. જેને આપ સપ્તાહમાં બે વખત લગાવી શકો છો.

મેથી

મેથીને પલાળીને તેનું પાણી વાળ પર લગાવો, જેને થોડીવાર સુધી રાખ્યા બાદ માથું ધોઈ નાંખો. આ નુસખાથી પણ વાળ ખરવાની સમસ્યામાંથી મહદઅંશે છૂટકારો મળશે.

ગરમીમાં ફ્રીઝ નહીં માટલાનું પાણી પીવો, આ બીમારીઓથી રહેશો દૂર