કાળા પડી ગયેલા સોનાના દાગીનાને મિનિટોમાં ચમકાવો, સાફ કરવા અપનાવો આ જબરદસ્ત ટ્રિક


By Sanket M Parekh2023-05-18, 16:30 ISTgujaratijagran.com

માઈલ્ડ લિક્વીડ શૉપ

એક બાઉલમાં ગરમ પાણી લઈને તેમાં માઈલ્ડ લિક્વિડ સોપ મિક્સ કરી દો. જે બાદ સોનાના દાગીનાને તેમાં 15 મિનિટ રહેવા દો. જે બાદ બ્રશથી ઘસીને સાફ કરી નાંખો.

અમોનિયા પાવડર

હુંફાળામાં પાણીમાં એમોનિયા પાવડર નાંખીને મિક્સ કરી દો અને પછી તેમાં સોનાના દાગીનાને મિક્સ કરીને 2-3 મિનિટ છોડી દો. જે બાદ બ્રશથી ઘસીને સાફ કરી લો.

શું ધ્યાન રાખશો?

જો સોનાની જ્વેલરી પર મોતી કે હીરા લાગ્યા હોય, તો અમોનિયાનો ઉપોયોગ ના કરશો. કારણ કે, તેનાથી મોતી અને હીરાને ચમક ઓછી થઈ શકે છે.

બેકિંગ સોડાનો ઉપયોગ

એક બાઉલમાં બેકિંગ સોડા લો અને પથી ગરમ પાણી નાંખીને તેની પેસ્ટ તૈયાર કરો. હવે તેને સોનાના દાગીના પર લગાવો અને બ્રશથી ઘસીને સાફ કરી નાંખો.

ડિપ સોપથી સાફ કરો

ડિપ સોપમાં રહેલા કાર્બોનેશન જામી ગયેલા મેલ અને ગંદકીને સાફ કરવામાં મદદ કરે છે. જેમાં સોનાની જ્વેલરીને 15 મિનિટ સુધી ડુબાડીને રાખો અને પછી બ્રશની મદદથી સાફ કરી લો.

બ્લીચનો ઉપયોગ ના કરો

સોનાની જ્વેલરીને સાફ કરવા માટે ક્યારેય બ્લીચનો ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે તેનાથી સોનું પોતાની ચમક ગુમાવી બેસે છે.

સ્ટોર કરતી વખતે ધ્યાન રાખો

સોનાની જ્વેલરીને અન્ય જ્વેલરી સાથે સ્ટોર ના કરશો. જેનાથી સોનાની ચમક ઓછી થવા સાથે તેમાં સ્ક્રેચેજ પડી જાય છે.

ક્લોરિન પાણીમાં ના નાંખશો

સ્વિમિંગ પુલ અથવા ક્લોરિન યુક્ત પાણીમાં સોનાની જ્વેલરી પહેરીને ના જશો. કારણ કે તેમ કરવાથી સોનાની ચમક ફીકી પડી જાય છે.

ભૂલથી પણ ગણીને રોટલીઓ ના બનાવવી જોઈએ, નહીંતર થઈ જશો બરબાદ