ઉનાળાની ઋતુમાં કેરી ખાવાનો આનંદ અનેરો હોય છે, એમાં પણ જો સારી પાકી કેરી ખાવો તો એ ઘણી મીઠી લાગે છે. આજે આપણે જોઈશું કે તમે કેરી પાકી છે કે નહીં તે કેવી રીતે ચકાસી શકો છો.
જો કેરી સ્પર્શ કરવામાંં હળવી અને નરમ લાગે છે, તો તેનો અર્થ એ કે કેરી મીઠી છે.
કેરીનો રંગ જોઈને પણ તેને ચકાસી શકાય છે. એવી કેરી પસંદ કરો જેનો રંગ ઘેરો પીળો હોય, આ કેરી હંમેશા મીઠી નીકળે છે.
કેરીને હાથમાં પકડતી વખતે ખાસ ધ્યાન રાખો કે તે વધારે દબાઈ ન જાય, આમ કરવાથી કેરી બગડી શકે છે
જો તમને કેરીમાં કોઈ કેમીકલ કે આલ્કોહોલ અથવા દવાની ગંધ આવતી હોય તો તેને બિલકુલ ખરીદશો નહીં.
જે કેરીની છાલ તાજી લાગે અને તેમાં લાઇન કે કરચલીઓ ન હોય તે કેરી ખાવામાં તાજી અને મીઠી નીકળી શકે છે
કેરીના વજન પર પણ ધ્યાન આપો, આકારમાં સહેજ ગોળાકાર કેરી મીઠી ગણાય છે.