Dark Circles Under Eyes: ડાર્ક સર્કલ કેમ થાય છે? આ ઘરગથ્થુ ઉપાયો તમને તેનાથી છુ


By Smith Taral02, May 2024 06:25 PMgujaratijagran.com

આંખો નીચે દેખાતા ડાર્ક સ્પોટ્સ તમારા લુકને ખરાબ કરી શકે છે. અનિયમીત લાઈફસ્ટાઈલ અને સ્વાસ્થ્ય પ્રત્યેની બેકાળજી ડાર્ક સર્કલ પાછળ જવાબદાર બને છે. આની સારવાર માટે અવનવા ક્રીમ અને સ્કીન પ્રોડક્ટ્નો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ કામચલાઉ ઉપાયો છે. ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા તેના કારણને જાણવું જરૂરી છે, અને ત્યાર પછી તેના ઉપાય કરવા જોઈએ.

અપૂરતી ઊંઘ

બગડતી જીવનશૈલી અને પૂરતી ઊંઘ ન લેવાથી ડાર્ક સર્કલ થાય છે, આ સાથે અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે.

ઓક્સિજનની ઉણપ

જ્યારે તમે ઓછી ઊંઘ લો છો, ત્યારે આંખોમાં ઓક્સિજનની ઉણપ થાય છે જેેથી રક્તવાહિનીઓ પહોળી થઈ જાય છે, જેના કારણે તમારી આંખો લાલ થાય છે અને આંખની આસપાસની રક્તવાહિનીઓ કાળી થઈ જાય જે ડાર્ક સર્કલનું કારણ બને છે

ડિહાઈડ્રેશન

શરીરમાં ડિહાઈડ્રેશથી પણ આંખોની નીચે ડાર્ક સર્કલ દેખાવા લાગે છે. આ સિવાય આંખોની નીચે સોજો, લાલાશ પણ આવે છે

સતત કામ

સતત કલાકો સુધી લેપટોપ અને ફોન પર પસાર કરવાથી ડાર્ક સર્કલની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જેઓ મોડી રાત સુધી ફોન અને લેપટોપનો ઉપયોગ કરે છે.

માનસિક તણાવ

વધુ પડતો સ્ટ્રેસ લેવાથી અને માનસિક તણાવ વધે છે, અને તેની અસર તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ થાય છે આંખોની નીચે ડાર્ક સર્કલ પણ થઈ શકે છે.

પોષક તત્વોની ઉણપ

પોષક તત્વોની ઉણપ, એનિમિયા અથવા આયર્નની ઉણપ, એલર્જી વગેરે ડાર્ક સર્કલ થવા પાછળના કારણો છે.

બટાકાનો રસ

ડાર્ક સર્કલની સમસ્યાથી રાહત મેળવવા તેમે બટેટકાનો રસ લગાવી શકો છો. આનાથી તેને ઓછા કરી શકાય છે

કાકડી

કાકડીના નાના ટુકડાને તમારી આંખો પર 10 થી 15 મિનિટ માટે રાખો. અઠવાડિયામાં 2 થી 3 વાર આમ કરવાથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે.

ટામેટા અને લીંબુ

ડાર્ક સર્કલ ઘટાડવા માટે ટામેટા અને લીંબુનો ઉપયોગ કરી શકાય છે. બંનેના રસને મિક્સ કરીને કોટન બોલની ડાર્ક સર્કલ પર લગાવી 5 થી 10 મિનિટ સુધી રહેવા દો, અને પછી પાણીથી ધોઈ લો.

માત્ર ફેસ પેક તરીકે જ નહીં, આ રીતે પણ ચંદનનો ઉપયોગ કરશો તો ચહેરાનો નિખાર વધશે