સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરુરી છે. ચલો જાણીએ ઊંઘના હોર્માન્સ વધારવા માટેના સરળ કેટલાક સરળ ઉપાયો વિશે.
ઊંઘના હોર્માન્સ વધારવા માટે તમે રોજ નિયમિત કસરત કરી શકો છો. તેનાથી તણાવ દૂર થાય છે અને ઊંઘના હોર્માન્સમા વધારો થાય છે. જેનાથી સારી ઊંઘ આવે છે.
જો તમને ઊંઘની સમસ્યા સતાવી રહી છે તો તમે કેમોમાઈલ ચા પી શકો છો.
મેડિટેશન સ્લીપ સાઈકલને સારી બનાવવામા મદદ કરે છે. તમે સૂવાના 30 મિનિટ પહેલા મેડિટેશન કરી શકો છો. તેનાથી સારી ઊંઘ આવશે.
તણાવ ઊંઘના હોર્માન્સને પ્રભાવિત કરી શકે છે. તેનાથી મેલાટોનિન અને સિરેટોનિન હોર્માન્સ પર અસર પડે છે. જેથી સારી ઊંઘ માટે તણાવ ઓછો લેવો જરુરી છે.
વધારે કેફિન વાળા પદાર્થોનુ સેવન કરવાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે. તે ઊંઘના હોર્માન્સ વધારવામા અવરોધ પેદા કરી શકે છે. માટે જ સારી ઊંઘ લેવા માટે કેફિન વાળા પદાર્થોનુ સેવન ન કરવુ જોઈએ.
સારી ઊંઘ લેવા માટે ડાયટ પર ખાસ ધ્યાન રાખવુ જોઈએ. વધારે પડતુ જંક ફૂડનુ સેવન ઊંઘની સમસ્યા પેદા કરી શકે છે. માટે સારી ઊંઘ માટે ડાયટમા હેલ્ધી ફૂડનુ સેવન કરવુ જોઈએ.