કપડા પર હળદરનો ડાઘથી પરેશાન છો? અપનાવો આ ટિપ્સ


By Gujarati Jagran28, Mar 2023 04:17 PMgujaratijagran.com

ટૂથપેસ્ટ

કપડા પર ડાઘ છે ત્યાં ટૂથપેસ્ટ લગાવી દો. 10-15 મિનિટ પછી તેને પાણીથી ધોઈ નાખો. પછી બ્રશથી સાફે કરો. આ ટિપ્સ કારગર સાબિત થશે.

બેકિંગ સોડા

બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો. પેસ્ટને હળદરના ડાઘ પર લગાવો. પછી તેના પર બ્રશ ઘસો અને પાણીથી ધોઈ નાખો.

નીંબુ

કિચનમાં કામ કરતી વેળાએ હળદરના ડાઘ પડવા સહજ છે. આ ડાઘ પર લીંબુ ઘસો, ડાઘ દૂર થશે.

વ્હાઈટ વિનેગર

હુફાળા પાણીમાં બે ચમચી વ્હાઈટ વિનેગર મિક્સ. હવે તેમાં કપડાને પલાળી દો. થોડા સમય પછી તેને ધોઈ નાખો.

ડિટર્જન્ટ

ડાઘવાળા કપડા પર ડિટર્જન્ટ નાખીને થોડીવાર તેને છોડી દો. બાદમાં પણીથી ધોઈ નાખો.

ગ્લિસરીન

અડઘી ડોલ પાણીમાં અડધો કપ ગ્લિસરીન, અડધો કપ લિક્વિડ સોપ મિક્સ કરો. હવે તેમાં કપડાને રાખી દો. પછી તેને ધોઈ નાખો.

મીઠું અને ફટકડી

એક કપ ગરમ પાણી તેમા મીઠું અને ફટકડી મિક્સ કરો. હવે તેને ડાઘ વાળી જગ્યાએ નાખો.પછી તેને ઘસો અને પાણીથી સાફ કરી દો.

આવીજ રસપ્રદ માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

ચહેરા પર લગાવો આ રીતે એલોવેરા જેલ